કેતન બારોટ (અણનમ ) ની સ્વરચિત રચના અને ગુજરાતી ગઝલો અને સાહિત્ય નો બ્લોગ

Archive for મે, 2011

તારી એક ઈચ્છા ને પૂરી કરવા, સો સિતારા ખરી પડશે !


રાખીશ હિંમત,  તો  તારી વ્હારે ખુદ હરિ પડશે,

તારી એક ઈચ્છા ને પૂરી કરવા, સો સિતારા ખરી પડશે

 

ભલે બાદશાહ લઈને બેઠા રમત માં સહુ,

બધા પર ભારે તારો જ એક્કો આખરી પડશે

 

રહે છે કાયમ સુવાસ સુકર્મો ની,

તારી સાથે  બધા સબંધો  પણ મરી પડશે

 

એક દાવ હારી ને આમ ઉદાસ ના થા. રહેશે

હારજીત સતત જિંદગી ની બાજી, ફરી પડશે

 

એક ડગલું તો માંડ,તને રસ્તો

આપવા ખસી, ખુદ હિમગીરી પડશે

 

જે કહે છે હું સપના માં પણ નહિ આવું હાથ,

જોજે કાલે એજ બાથ ભરી પડશે

 

એક છિદ્ર જ કાફી છે પ્રકાશ પામવા

તણખલા ના સહારે પર્વત પણ તરી પડશે

 

ખુદ ને જ કર બુલંદ એટલો’ અણનમ’

દુનિયા આખી કદમો માં સરી પડશે.

 

******અણનમ ****

@6:20 a.m 25/6/2011

Advertisements

ટૅગ સમૂહ