કેતન બારોટ (અણનમ ) ની સ્વરચિત રચના અને ગુજરાતી ગઝલો અને સાહિત્ય નો બ્લોગ


 

સવાર ની હિચકી આવે છે …

પપ્પા એ બહુ મહેનત કરી ને મકાન બનાવ્યું છે

જેમાં અમે રહીએ છીએ

સારા નરસા ની સમજણ આપી …

તૈયાર થાળી માં જમીએ છીએ ..

સવાર ની હિચકી આવે છે….

કોક યાદ કરતુ હશે …father’s day

અરે હા આજે  છે ને ……….

એ તો જેને પિતા હોય એ જ ઉજવે એવું જ કઈ હોય છે ને ……

અણનમ   —

Advertisements

આર્થિક મુશ્કેલી કે હો સંબંધો નું ઝેર તમે પિતા રહ્યા
મારા દરેક દુર્વ્યહ્વાર ને સમજી ને બાળક
ના મારી ટપલી,કે નાજુક બાળ ને ઠેસ પહોચે
એ રીતે બની તમે પિતા રહ્યા
કાળજા નો કટકો હોય તો.. કહું કઈક
પણ આતો આખે આખું કાળજું
એમ સમજી તમે હમેશા બીતા’ રહ્યા
હોય જો સરોવર તો સુકાઈ જાય
તમે તો હમેશા કરુણા ની સરિતા રહ્યા
ચાલુ હું હમેશા તમારા નકશે કદમ પર
તમારું આચરણ જ મારું ગીતા રહ્યા
તમે નથીતો શું થઇ ગયું ..છે ને તમારી યાદો
બસ એમાજ અમે મરતા ને જીવતા રહ્યા
–અણનમ


લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ […]


સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છન્દ કોઇ પણ હોઇ શકે છે. પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે બે જાતના સોનેટ પ્રચલિત છે. પેટ્રાર્કશાયી સોનેટ – મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8 પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે. બીજા ચરણમાં આ વિચારમાંથી નીપજતો સાર અથવા તેનાથી વિરુધ્ધનો વિચાર રજુ કરવામાં આવે છે. શેક્સ્પિયરશાયી સોનેટ – શેક્સ્પીયરે શરૂ કરેલી શૈલી આમાં કુલ ચાર ચરણ હોય છે. 4-4-4 અને 2 . પહેલી ત્રણ ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે, તેને લગતા ઉદાહરણો આપવામાં આપવામાં આવે છે , વિગેરે . છેલ્લી બે પંક્તિમાં આમાંથી નીપજતો સાર વાચકને મળે છે.

*હાઈકુ *


*હાઈકુ *
સુતી છો લઇ
આ તકીયું બાહો માં
નસીબદાર !
**************
ઘોર અંધારું
ટગર ટગર! ને
બે દીવા બળે
**************
ભવસાગર !
ને લાગણી શોષાઈ
બચે ખારાશ !
**************
ઠંડો પવન
લે જીવતી ‘રજાઈ’
ઓઢાડું તને …
*****************
ચહેરો તારો
આંખો અંજાઈ ગઈ
ભાર બપોરે
***************
સાચવ્યો હજી
જુના મોબાઈલ માં
એ મિસકોલ !
****************
તારો મેસેજ
નથી કર્યો ડીલીટ
મોબાઈલ માં
****************
કેતન બારોટ ‘અણનમ’


ફૂલો પર ઝાકળ ….લાગે છે રાતે કુદરત રોઈ હશે …….. —અણનમ–


રાખીશ હિંમત,  તો  તારી વ્હારે ખુદ હરિ પડશે,

તારી એક ઈચ્છા ને પૂરી કરવા, સો સિતારા ખરી પડશે

 

ભલે બાદશાહ લઈને બેઠા રમત માં સહુ,

બધા પર ભારે તારો જ એક્કો આખરી પડશે

 

રહે છે કાયમ સુવાસ સુકર્મો ની,

તારી સાથે  બધા સબંધો  પણ મરી પડશે

 

એક દાવ હારી ને આમ ઉદાસ ના થા. રહેશે

હારજીત સતત જિંદગી ની બાજી, ફરી પડશે

 

એક ડગલું તો માંડ,તને રસ્તો

આપવા ખસી, ખુદ હિમગીરી પડશે

 

જે કહે છે હું સપના માં પણ નહિ આવું હાથ,

જોજે કાલે એજ બાથ ભરી પડશે

 

એક છિદ્ર જ કાફી છે પ્રકાશ પામવા

તણખલા ના સહારે પર્વત પણ તરી પડશે

 

ખુદ ને જ કર બુલંદ એટલો’ અણનમ’

દુનિયા આખી કદમો માં સરી પડશે.

 

******અણનમ ****

@6:20 a.m 25/6/2011

ટૅગ સમૂહ